એજ દરમિયાન વર્ષ ૨૦૧૫ – ૨૦૧૬ મા અનાવિલ સમાજમાં આગવું સ્થાન ધરાવતી સંસ્થા શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ, સુરતની ચુંટણીમાં પરિર્વતન પેનલમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં જીગરભાઇ ની લડત સમાજના કોઇ આગેવાન સાથે ન હતી કે સમાજમાં કોઇ ભાગલા પડે એ માટે ન હતી. પરંતુ એમની લડત સંસ્થાના બંધારણના સુધારણા માટે હતી. જેમાં કારોબારી ચુંટણીમાં ફારેગ થતા પાંચ કારોબારી સભ્યની ચુંટણી દર વર્ષ થતી હતી. જેના લીધે સમાજના ભાગલા પડતા હતા જે જીગરભાઇને મંજુર ન હતું અને તેના લીધે એમણે ચુંટણીમાં વિજય મેળવી ડીરેકટર બન્યા અને એમની એક વર્ષ ખજાનચી તરીકે નિમણુક કરવામાં આવી હતી.
આજ સાથે ઇ.સ. ૨૦૧૬ અનાવિલ સમાજ મા આગવુ સ્થાન ધરાવતી બારડોલી પ્રદેશ અનાવિલ સમાજમાં પણ કારોબારી સ્ભ્ય(ડીરેકટર) બનાવવામાં આવ્યા.
૦૯/૦૯/૨૦૧૮ ના રોજ શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ સુરતની ચુંટણીમાં એકતા પેનલમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ટ્રસ્ટીની સંખ્યા ત્રણ હતી પણ બંધારણ સુધારણા કરી ત્રણ માંથી પાંચ કરવામાં આવી હતી. અને તમામ કારોબારીની ચુંટણી મર્યાદા ત્રણ વર્ષ કરવામાં આવી હતી. આ ચુંટણીમાં એમનો વિજય થયો હતો અને શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ,સુરતમાં પાંચ ટ્રસ્ટીઓની પસંદગી માટે સમાજ માંથી સારા ટ્રસ્ટીઓ મળે એ માટે જીગરભાઇએ પોતાનું યોગદાન આપ્યું હતુ.