તે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્ર્વાદી વિચારધારાથી પ્રેરીત હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઈ.સ ૨૦૦૦ ની સાલમાં ભારતીય જનતા પાર્ટી મા કાર્યકર્તા તરીકે જોડાયા. આ પગલું એમના જીવનનો એવો નિર્ણય હતો કે જેણે એમના જીવનને હંમેશા માટે બદ્લી નાખ્યું. એમના જીવનનો એક જ મંત્ર થયો હતો કે “મારે મારા દેશ અને મારે સમાજ માટે જ કરવું છે”.
ઇ.સ. ૨૦૦૨ની વિધાનસભા ચુંટણીમા મહુવા કાની BJP બુથ ૨ પર બુથ એજન્ટની ભુમિકા ભજવી.
ઇ.સ. ૨૦૦૭ની વિધાનસભા ચુંટણીમા મહુવા કાની બુથ ૨ પર બુથ એજન્ટની ભુમિકા ભજવી.
ઇ.સ.૨૦૦૯માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં તેમણે ઉમેદવાર શ્રી રિતેષભાઇ વસાવા માટે મહુવા તાલુકાના ગામે ગામે જઇને પ્રચાર કર્યો.
ઇ.સ ૨૦૧૦નું વર્ષ તેમના માટે ઘણું મહત્વનું સાબિત થયું હતું. ઇ.સ. ૨૦૧૦માં સહકારી ક્ષેત્રે સારું નામ ધરાવતી નાની કાની પીયત મંડળીમા તેમની માનદમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી. એ જ સાથે જીગરભાઇની નિમણુંક મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી તરીકે કરવામાં આવી. મહામંત્રી તરીકે નિમણુંક થતાં જ ૨૦૧૦ નવેમ્બર- ડિસેમ્બર માં મહુવા તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની ચુંટણીની જવાબદારી આવી હતી. આ ચુંટણીમાં ખુબ મહેનત કરી સુરત જિલ્લા પંચાયતની મહુવા તાલુકાની ૪ જિલ્લા પંચાયત સીટ ઉપર BJPનો ઐતિહાસિક પ્રથમ વાર વિજય મેળવ્યો. જ્યારે અને મહુવા તાલુકા પંચાયતની ૧૯ માંથી ૧૨ સીટ ઉપર વિજય મેળવીને ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બનાવી.
એમની આગવી સુઝબુઝના કારણે ઇ.સ. ૨૦૧૧માં જીગરભાઇની ફરી વાર નિમણુંક મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી તરીકે કરવામાં આવી.
૨૦૧૨ ની ૧૭૦ મહુવા વિધાનસભાની ચૂંટણીમાં BJP ના ઉમેદવાર માં ધારાસભ્ય શ્રી, મોહનભાઇ ડી ઢોડિયાને જીત અપાવવામાં સિંહફાળો આપ્યો. આ વિજય પછી સંગઠનના પ્રમુખ તરીકે આ વિજયની સાથે જ ૨૩ માર્ચ ૨૦૧૩ના રોજ જીગરભાઇની નિમણુંક મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ તરીકે કરવામાં આવી. આ દિવસ જીગરભાઇ ,એમના પરિવાર, મિત્રો તથા તેમના સાથી માટે ખુબ જ ખુશીનો દિવસ હતો.
ઇ.સ. ૨૦૧૫ માં ફરી મહુવા તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની ચુંટણીનું આયોજન થયું હતું આ ચુંટણીમાં ખુબ મહેનત કરી સુરત જિલ્લા પંચાયતની મહુવા તાલુકાની ૪ સીટ માંથી ૩ સીટ ઉપર વિજય મેળવ્યો અને મહુવા તાલુકા પંચાયતની ૨૦ માંથી ૧૦ સીટ ઉપર વિજય મેળવ્યો. જેથી ભારતીય જનતા પાર્ટી અને કોગ્રેસ વચ્ચે ટાઇ થઇ હતી પરંતુ કોંગ્રેસના એક સ્ભ્ય ગેરહાજર રહેતા ફરી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બની જેમાં જીગર નાયકનો ખુબ જ મોટો સિંહફાળો રહ્યો હતો.
૨૦૧૪ લોકસભા અને ૨૦૧૫ સુરત જીલ્લા પંચાયત અને મહુવા તાલુકા બન્ને ચુંટણીમાં મહુવા તાલુકામાં BJP નો ભગવો પહેરાવી જીત અપાવી
આ પરિણામ અને એમને મહેનતો બિરદાવતા ઈ.સ. ૨૦૧૬ માં મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ તરીકે બીજી ટર્મ માટે બીનહરીફ નિમણુંક કરવામાં આવી.
ઇ.સ.૨૦૧૭ માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ૧૭૦ મહુવા (સુરત)ની સીટ ઉપર કોંગ્રેસના માજી મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઇ ચૌધરીના પુત્ર અને કેંન્દ્ર સરકારના માજી મંત્રી શ્રી તુષારભાઇ ચૌધરી સામે ભારતીય જનતા પાર્ટી તરફથી ૧૭૦ મહુવા વિધાનશાભા (સુરત)ની સીટ ઉપર શ્રી મોહનભાઇ ડી. ઢોડિયાને ફરી ટીકિટ આપવામાં આવી હતી, આ ચુંટણીમાં જીગરભાઇએ પોતાની ટીમ સાથે ખુબ મહેનત કરી શ્રી મોહનભાઇ ડી. ઢોડિયાને વિજયી બનાવવામાં સિંહફાળો આપ્યો.
૨૩-૪-૨૦૧૯ ૨૩ બારડોલી લોકસભા ની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી બીજી વાર સાંસદ શ્રી પ્રભુભાઇ એન વસાવાને ટીકિટ આપવામાં આવી હતી અને આ ચુંટણીમાં કોંગ્રેસ તરફથી માજી સાંસદ અને કેન્દ્ર સરકારના માજી મંત્રી શ્રી તુષારભાઇ ચૌધરીને ટીકિટ આપવામાં આવી હતી આ ચુંટણીમાં મહુવા તાલુકા માંથી ઐતિહાસિક ૧૪૪૨૦+ લીડ ભારતીય જનતા પાર્ટીને મતો અપાવી ૨૩ બારડોલી લોકસભાનાં ઉમેદવાદ શ્રી પ્રભુભાઇ વસાવાને જીત આપવવામાં પોતાનો સિંહફાળો આપ્યો હતો.