જીગર નાયકની સુઝબુઝ જોંતાં ઇ.સ ૨૦૦૪ માં (આટીયાફળિયા),કાની ગ્રામ વિકાસ સમિતિમાં માનદમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી. આજદિન સુધી આ પદ પર કાર્યરત છે.
ઇ.સ ૨૦૦૬માં જીગરભાઇને (આટીયાફળિયા),કાની ગ્રામ્ય વોટસન પાણી સમિતિના માનદમંત્રી બનાવવામાં આવ્યા જે ફરજ તેમણે ઇ.સ ૨૦૧૮ સુધી સંભાળી.
ઇ.સ ૨૦૧૫માં સહકારી ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતી “શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉધ્યોગ મંડ્ળી લિ. બામણિયા”માં પોતાની ઉમેદવારી નોંધાવી અને જીત પ્રાપ્ત કરીને Director બન્યા. જે આજ દિન સુધી ફરજ બજાવી રહ્યા છે.
ઇ.સ ૨૦૧૭નાં જુન મહિનામાં જીગરભાઇને કાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પ્રમુખ બનાવવામાં આવ્યા. આજદિન સુધી પ્રમુખ તરીકેની ફરજ નિભાવે છે.