(+91) 96018 51838 (+91) 99791 30655
info@jiagarnaik.in

Life Journey



  • Image Here
    ૧૯૭૯
  • જીગર નાયકનો જ્ન્મ ૨૧/૪/૧૯૭૯ ના રોજ

    જીગર નાયકનો જ્ન્મ ૨૧/૪/૧૯૭૯ ના રોજ મુળ સુરત જીલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામના વતની અને હાલ સુરત જીલ્લાના મહુવા તાલુકાના (આટીયાફળિયા),કાની ના રહેવાસી દીનકરરાય ગોવિંદજી નાયક અને વીરુમતિબેન દીનકરરાય નાયકના ઘરે થયો હતો.
    પોતાના અભ્યાસના પ્રથમ ૧ થી ૩ ધોરણ (આટીયાફળિયા),કાની ની પ્રાથમિક શાળામા ભણ્યા ત્યારબાદ ધોરણ ૪ થી ૬ કાની પ્રાથમિક શાળામા અને ધોરણ ૭ થી ૧૨ જે .એચ ભક્ત હાઇસ્કુલ મહુવામા ભણ્યા.
    બાળપણમાં તેઓ મહાન રાષ્ટ્ર્વાદીઓના જીવનચરિત્રો દ્રારા પ્રેરણા લેતા, આ પ્રેરણાથી તેમણે માતૃભૂમિની સેવા અને દેશની પ્રગતિમાં ફાળો આપવાની કલ્પના પણ કરી હતી.

  • ધોરણ ૧૨ માં GJ Bhakta High School મહુવામાં GS ની ચુંટણીમાં ઉમેદવારી કરી હતી

    ૧૯૯૮ માં ધોરણ ૧૨ માં GJ Bhakta High School મહુવામાં GS ની ચુંટણીમાં ઉમેદવારી કરી હતી અને માત્ર ૧ મતના કારણે GS બનવાથી ચુક્યા હતા અને એમને Second GS Chose તરીકે નિમણુક કયૉ હતા.

  • Image Here
    ૧૯૯૮
  • Image Here
    ૨૦૦૦
  • ભારતીય જનતા પાર્ટી મા કાર્યકર્તા તરીકે જોડાયા.

    તે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્ર્વાદી વિચારધારાથી પ્રેરીત હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઈ.સ ૨૦૦૦ ની સાલમાં ભારતીય જનતા પાર્ટી મા કાર્યકર્તા તરીકે જોડાયા. આ પગલું એમના જીવનનો એવો નિર્ણય હતો કે જેણે એમના જીવનને હંમેશા માટે બદ્લી નાખ્યું. એમના જીવનનો એક જ મંત્ર થયો હતો કે “મારે મારા દેશ અને મારે સમાજ માટે જ કરવું છે”.


  • વિધાનસભા ચુંટણીમા મહુવા કાની BJP બુથ ૨ પર બુથ એજન્ટની ભુમિકા ભજવી.

    ઇ.સ. ૨૦૦૨ની વિધાનસભા ચુંટણીમા મહુવા કાની BJP બુથ ૨ પર બુથ એજન્ટની ભુમિકા ભજવી.


  • Image Here
    ૨૦૦૨
  • Image Here
    ૨૦૦૪
  • (આટીયાફળિયા),કાની ગ્રામ વિકાસ સમિતિ

    જીગર નાયકની સુઝબુઝ જોંતાં ઇ.સ ૨૦૦૪ માં (આટીયાફળિયા),કાની ગ્રામ વિકાસ સમિતિમાં માનદમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી. આજદિન સુધી આ પદ પર કાર્યરત છે.

  • લોકસભાની ચુંટણીમાં BJP બુથ એજન્ટ ની ભુમિકા ભજવી.

    લોકસભાની ચુંટણીમાં BJP બુથ એજન્ટ ની ભુમિકા ભજવી.

  • Image Here
    ૨૦૦૪
  • Image Here
    ૨૦૦૫
  • ૨૦૦૫ માં તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં કાની જુથ નં-૨ ના Agent તરીકે ની ભુમિકા ભજવી.

    ૨૦૦૫ માં તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં કાની જુથ નં-૨ ના Agent તરીકે ની ભુમિકા ભજવી.

  • (આટીયાફળિયા),કાની ગ્રામ્ય વોટસન પાણી સમિતિ

    ઇ.સ ૨૦૦૬માં જીગરભાઇને (આટીયાફળિયા),કાની ગ્રામ્ય વોટસન પાણી સમિતિના માનદમંત્રી બનાવવામાં આવ્યા જે ફરજ તેમણે ઇ.સ ૨૦૧૮ સુધી સંભાળી.

  • Image Here
    ૨૦૦૬
  • Image Here
    ૨૦૦૭
  • વિધાનસભા ચુંટણીમા મહુવા કાની બુથ ૨ પર બુથ એજન્ટની ભુમિકા ભજવી.

    ઇ.સ. ૨૦૦૭ની વિધાનસભા ચુંટણીમા મહુવા કાની બુથ ૨ પર બુથ એજન્ટની ભુમિકા ભજવી.

  • ૨૦૦૯ લોકસભાની ચુંટણીમાં તેમણે ઉમેદવાર શ્રી રિતેષભાઇ વસાવા માટે ગામે ગામે જઇને પ્રચાર કર્યો.

    ઇ.સ.૨૦૦૯માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં તેમણે ઉમેદવાર શ્રી રિતેષભાઇ વસાવા માટે મહુવા તાલુકાના ગામે ગામે જઇને પ્રચાર કર્યો.

  • Image Here
    ૨૦૦૯
  • Image Here
    ૨૦૦૯
  • ઇ.સ. ૨૦૦૯ માં જીગરકુમાર દીનકરરાય નાયક કે નિતાબેન ઇશ્ર્વરભાઇ દેસાઇ સાથે લગ્ન જીવનની શરૂઆત કરી.

    તા.૨૬-૦૫-૨૦૦૯ ના રોજ જીગરકુમાર દીનકરરાય નાયકના લગ્ન સુરત જિલ્લા ના પલસાણા તાલુકા ના જોળવા ગામના મૂળ રહેવાસી શ્રી ઇશ્ર્વરભાઇ ભિખુભાઇ દેસાઇ તથા શ્રીમતી મંજુલાબેન ઇશ્ર્વરભાઇ દેસાઇ ની પુત્રી નિતાબેન ઇશ્ર્વરભાઇ દેસાઇ સાથે થયા હતા. લગ્નદિન થી આજદિન સુધી નિતાબેન જીગરકુમાર નાયક દરેક સમયે કે સુખ અથવા દુ:ખ ની પરીસ્થિતિ માં ખુબ જ સાથ સહકાર આપયો છે.

  • મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી તરીકે અને નાની કાની પીયત મંડળીમા તેમની માનદમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી.

    ઇ.સ ૨૦૧૦નું વર્ષ તેમના માટે ઘણું મહત્વનું સાબિત થયું હતું. ઇ.સ. ૨૦૧૦માં સહકારી ક્ષેત્રે સારું નામ ધરાવતી નાની કાની પીયત મંડળીમા તેમની માનદમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી. એ જ સાથે જીગરભાઇની નિમણુંક મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી તરીકે કરવામાં આવી. મહામંત્રી તરીકે નિમણુંક થતાં જ ૨૦૧૦ નવેમ્બર- ડિસેમ્બર માં મહુવા તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની ચુંટણીની જવાબદારી આવી હતી. આ ચુંટણીમાં ખુબ મહેનત કરી સુરત જિલ્લા પંચાયતની મહુવા તાલુકાની ૪ જિલ્લા પંચાયત સીટ ઉપર BJPનો ઐતિહાસિક પ્રથમ વાર વિજય મેળવ્યો. જ્યારે અને મહુવા તાલુકા પંચાયતની ૧૯ માંથી ૧૨ સીટ ઉપર વિજય મેળવીને ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બનાવી.

  • Image Here
    ૨૦૧૦
  • Image Here
    ૨૦૧૧
  • જીગરભાઇની નિમણુંક મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી તરીકે કરવામાં આવી.

    એમની આગવી સુઝબુઝના કારણે ઇ.સ. ૨૦૧૧માં જીગરભાઇની ફરી વાર નિમણુંક મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી તરીકે કરવામાં આવી.

  • ઇ.સ ૨૦૧૨માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવામા સિંહફાળો આપ્યો

    ઇ.સ ૨૦૧૨માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ૧૭૦ વિધાનસભા સુરતની સીટ ઉપર શ્રી મોહનભાઇ ડી ઢોડિયાને ટિકિટ અપાવવામાં જીગરભાઇનો ખુબ સહકાર હતો આ ચુંટણી જીગરભાઇએ પોતાની ટીમ સાથે ખુબ મહેનત કરી શ્રી મોહનભાઇ ડી. ઢોડિયાને વિજયી બનાવામા સિંહફાળો આપ્યો.

  • Image Here
    ૨૦૧૨
  • Image Here
    ૨૦૧૩
  • મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી.

    ૨૦૧૨ ની ૧૭૦ મહુવા વિધાનસભાની ચૂંટણીમાં BJP ના ઉમેદવાર માં ધારાસભ્ય શ્રી, મોહનભાઇ ડી ઢોડિયાને જીત અપાવવામાં સિંહફાળો આપ્યો. આ વિજય પછી સંગઠનના પ્રમુખ તરીકે આ વિજયની સાથે જ ૨૩ માર્ચ ૨૦૧૩ના રોજ જીગરભાઇની નિમણુંક મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ તરીકે કરવામાં આવી. આ દિવસ જીગરભાઇ ,એમના પરિવાર, મિત્રો તથા તેમના સાથી માટે ખુબ જ ખુશીનો દિવસ હતો.

  • લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવામાં સિંહફાળો આપ્યો

    ઈ.સ ૨૦૧૪માં યોજાયેલ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી તરફથી શ્રી નરેંન્દ્ર મોદીજીની આગેવાની હેઠળ બારડોલીની સીટ ઉપરના ઉમેદવાર શ્રી પ્રભુભાઇ વસાવાને ખુબ જ મહેનત કરીને વિજયી બનાવામાં સિંહફાળો આપ્યો અને પોતાની આગવી છબી ઉભી કરી.

  • Image Here
    ૨૦૧૪
  • Image Here
    ૨૦૧૫
  • શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉધ્યોગ મંડ્ળી લિ.

    ઇ.સ ૨૦૧૫માં સહકારી ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતી “શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉધ્યોગ મંડ્ળી લિ. બામણિયા”માં પોતાની ઉમેદવારી નોંધાવી અને જીત પ્રાપ્ત કરીને Director બન્યા. જે આજ દિન સુધી ફરજ બજાવી રહ્યા છે.

  • સુરત જિલ્લા પંચાયત અને મહુવા તાલુકા પંચાયતની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિજ્યી બનાવવામાં ખુબ જ મોટો સિંહફાળો આપ્યો.

    ઇ.સ. ૨૦૧૫ માં ફરી મહુવા તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની ચુંટણીનું આયોજન થયું હતું આ ચુંટણીમાં ખુબ મહેનત કરી સુરત જિલ્લા પંચાયતની મહુવા તાલુકાની ૪ સીટ માંથી ૩ સીટ ઉપર વિજય મેળવ્યો અને મહુવા તાલુકા પંચાયતની ૨૦ માંથી ૧૦ સીટ ઉપર વિજય મેળવ્યો. જેથી ભારતીય જનતા પાર્ટી અને કોગ્રેસ વચ્ચે ટાઇ થઇ હતી પરંતુ કોંગ્રેસના એક સ્ભ્ય ગેરહાજર રહેતા ફરી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બની જેમાં જીગર નાયકનો ખુબ જ મોટો સિંહફાળો રહ્યો હતો.

  • Image Here
    ૨૦૧૫
  • Image Here
    ૨૦૧૫
  • શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ, સુરત.

    એજ દરમિયાન વર્ષ ૨૦૧૫ – ૨૦૧૬ મા અનાવિલ સમાજમાં આગવું સ્થાન ધરાવતી સંસ્થા શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ, સુરતની ચુંટણીમાં પરિર્વતન પેનલમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં જીગરભાઇ ની લડત સમાજના કોઇ આગેવાન સાથે ન હતી કે સમાજમાં કોઇ ભાગલા પડે એ માટે ન હતી. પરંતુ એમની લડત સંસ્થાના બંધારણના સુધારણા માટે હતી. જેમાં કારોબારી ચુંટણીમાં ફારેગ થતા પાંચ કારોબારી સભ્યની ચુંટણી દર વર્ષ થતી હતી. જેના લીધે સમાજના ભાગલા પડતા હતા જે જીગરભાઇને મંજુર ન હતું અને તેના લીધે એમણે ચુંટણીમાં વિજય મેળવી ડીરેકટર બન્યા અને એમની એક વર્ષ ખજાનચી તરીકે નિમણુક કરવામાં આવી હતી.

  • મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ તરીકે બીજી ટર્મ માટ બીનહરીફ નિમણુંક કરવામાં આવી

    ૨૦૧૪ લોકસભા અને ૨૦૧૫ સુરત જીલ્લા પંચાયત અને મહુવા તાલુકા બન્ને ચુંટણીમાં મહુવા તાલુકામાં BJP નો ભગવો પહેરાવી જીત અપાવી આ પરિણામ અને એમને મહેનતો બિરદાવતા ઈ.સ. ૨૦૧૬ માં મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ તરીકે બીજી ટર્મ માટે બીનહરીફ નિમણુંક કરવામાં આવી.

  • Image Here
    ૨૦૧૬
  • Image Here
    ૨૦૧૬
  • મહુવા તાલુકાની ગ્રામ પંચાયતની ચુંટણીમાં પોતાના સાથીદારોને મદદ કરી વિજયી બનાવવામાં ખુબ જ મોટો સિંહફાળો આપ્યો

    ઇ.સ. ૨૦૧૬માં થયેલી મહુવા તાલુકાની ૬૨ માંથી ૫૨ ગ્રામ પંચાયતની ચુંટણીમાં પોતાના સાથીદારોને મદદ કરી મહુવા તાલુકાની ૪૫ ગ્રામ પંચાયત પર વિજય મેળવવામા પોતાનો સિંહફાળો આપ્યો અને હાલમાં મહુવા તાલુકાની ૬૨ માંથી ૫૨ ગ્રામ પંચાયત ૫૨ વિજય મેળવ્યો છે.

  • ATVT તાલુકા કાર્યવાહક સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા

    ઇ.સ. ૨૦૧૬માં ATVT તાલુકા કાર્યવાહક સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા.

  • Image Here
    ૨૦૧૬
  • Image Here
    ૨૦૧૬
  • શ્રી બારડોલી પ્રદેશ અનાવિલ સમાજ.

    આજ સાથે ઇ.સ. ૨૦૧૬ અનાવિલ સમાજ મા આગવુ સ્થાન ધરાવતી બારડોલી પ્રદેશ અનાવિલ સમાજમાં પણ કારોબારી સ્ભ્ય(ડીરેકટર) બનાવવામાં આવ્યા.

  • કાની દૂધ ઉત્પાદક સહકારી મંડળી

    ઇ.સ ૨૦૧૭નાં જુન મહિનામાં જીગરભાઇને કાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પ્રમુખ બનાવવામાં આવ્યા. આજદિન સુધી પ્રમુખ તરીકેની ફરજ નિભાવે છે.

  • Image Here
    ૨૦૧૭
  • Image Here
    ૨૦૧૭
  • મહુવા તાલુકા પંચાયતની ઓંડચ અને દેદવાસણ ની સીટ પર વિજય મેળવવામા પોતાનો સિંહફાળો આપ્યો અને ઐતિહાસીક જીતની ઉજવણી કરી હતી.

    ઇ.સ.૨૦૧૭ માં. મહુવા તાલુકા પંચાયતની ઓંડચ અને દેદવાસણ ની સીટ ની પેટા ચુંટણી થય હતી જેમાં મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ તરીકે જીગરભાઇ ની આગવી સુઝબુઝ અને ખુબ મહેનત કરી બંન્ને સીટ પર વિજય મેળવ્યો હતો જેમાં ઓંડચ સીટ પર આઝાદી બાદ પ્રથમ વાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો. આ વિજય મેળવવામા પોતાનો સિંહફાળો આપ્યો અને ઐતિહાસીક જીતની ઉજવણી કરી હતી.

  • ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ૧૭૦ મહુવા (સુરત)ની સીટ ઉપર શ્રી મોહનભાઇ ડી. ઢોડિયાને વિજયી બનાવવામાં સિંહફાળો આપ્યો.

    ઇ.સ.૨૦૧૭ માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ૧૭૦ મહુવા (સુરત)ની સીટ ઉપર કોંગ્રેસના માજી મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઇ ચૌધરીના પુત્ર અને કેંન્દ્ર સરકારના માજી મંત્રી શ્રી તુષારભાઇ ચૌધરી સામે ભારતીય જનતા પાર્ટી તરફથી ૧૭૦ મહુવા વિધાનશાભા (સુરત)ની સીટ ઉપર શ્રી મોહનભાઇ ડી. ઢોડિયાને ફરી ટીકિટ આપવામાં આવી હતી, આ ચુંટણીમાં જીગરભાઇએ પોતાની ટીમ સાથે ખુબ મહેનત કરી શ્રી મોહનભાઇ ડી. ઢોડિયાને વિજયી બનાવવામાં સિંહફાળો આપ્યો.

  • Image Here
    ૨૦૧૭
  • Image Here
    ૨૦૧૮
  • શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ સુરત

    ૦૯/૦૯/૨૦૧૮ ના રોજ શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ સુરતની ચુંટણીમાં એકતા પેનલમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ટ્રસ્ટીની સંખ્યા ત્રણ હતી પણ બંધારણ સુધારણા કરી ત્રણ માંથી પાંચ કરવામાં આવી હતી. અને તમામ કારોબારીની ચુંટણી મર્યાદા ત્રણ વર્ષ કરવામાં આવી હતી. આ ચુંટણીમાં એમનો વિજય થયો હતો અને શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ,સુરતમાં પાંચ ટ્રસ્ટીઓની પસંદગી માટે સમાજ માંથી સારા ટ્રસ્ટીઓ મળે એ માટે જીગરભાઇએ પોતાનું યોગદાન આપ્યું હતુ.

  • ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં ૨૩ બારડોલી સીટ ઉપર શ્રી પ્રભુભાઇ વસાવાને વિજયી બનાવવામાં સિંહફાળો આપ્યો.

    ૨૩-૪-૨૦૧૯ ૨૩ બારડોલી લોકસભા ની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી બીજી વાર સાંસદ શ્રી પ્રભુભાઇ એન વસાવાને ટીકિટ આપવામાં આવી હતી અને આ ચુંટણીમાં કોંગ્રેસ તરફથી માજી સાંસદ અને કેન્દ્ર સરકારના માજી મંત્રી શ્રી તુષારભાઇ ચૌધરીને ટીકિટ આપવામાં આવી હતી આ ચુંટણીમાં મહુવા તાલુકા માંથી ઐતિહાસિક ૧૪૪૨૦+ લીડ ભારતીય જનતા પાર્ટીને મતો અપાવી ૨૩ બારડોલી લોકસભાનાં ઉમેદવાદ શ્રી પ્રભુભાઇ વસાવાને જીત આપવવામાં પોતાનો સિંહફાળો આપ્યો હતો.

  • Image Here
    ૨૦૧૯
WhatsApp WhatsApp us